*ઉનાળુ અડદની વિજ્ઞાનિક ખેતી*
★જમીન:- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.
★વાતાવરણ :- ગરમ અને સૂકું , ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે
★વાવવાનો સમય :- ફેબ્રુઆરી નું છેલ્લું અઠવાડિયું થી માર્ચ નું પેલું પખવાડિયું
★વેરાયટી:- T - 9 , G- 75 , PDU - 1
★બિયારણ નો દર :- 20 થી 30 kg / હેક્ટર
★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ
રાઈઝોબીયમ બેક્ટેરિયા નો પટ પણ મારવો જેથી જમીનમાં નાઇટ્રોજન ઓછું આપવું પડે.
★પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે 25 cm ની જગ્યા રાખીને )
★ખાતર:-
{ 1 } પાયાનું ખાતર :-
નાઇટ્રોજન:-20 kg / હેક્ટર
ફોસફરશ- 50 kg / હેક્ટર
એટલે કે ( 109 kg DAP )
પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું..
સલ્ફર :- 20 kg / હેક્ટર નાખવાથી ઉત્પાદનમાં 20 થી 25 % સુધીનો વધારો થઈ શકે છે.
★નિંદામણ નિયંત્રણ :- ખૂબ ખડ થતું હોય તો બસાલીન @ 1 kg a. i. / હેક્ટર અને સાથે સાથે 30 અને 45 દિવસે હાથે નિંદામણ દૂર કરવું.
★પિયત :- 8 થી 12 દિવસે ( જમીન અને વાતાવરણ પ્રમાણે )
★જીવાતો ;- લીલા તડતડીયા , સફેદ માખી , સીંગમાં કાણું પાડી ખાનાર ઈયળ
★કાપણી :- સીંગો પાકી જાય અને પાન ખરવા માંડે તયારે , સીંગ પાકવાની અવસ્થા એ સવારના પહોરમાં કાપણી કરવી જેથી દાણા ખરતા અટકાવી સકાય
★ પાકનો સમયગાળો :- 70 થી 75 દિવસ
★ઉત્પાદન :- 10 થી 12 કવીન્ટલ / હેક્ટર
Comments