ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ
ખરક એ અડધા લાખ કરતા પણ ઓછી વસ્તી ધરાવતો અને મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં વસવાટ કરતો પ્રભાવશાળી સમાજ છે. ખરક સમાજ નો યુવાવર્ગ પોતાનાં ગૌરવપૂર્ણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી અને વિશિષ્ટ કલા તેમજ ઇતિહાસથી જાણકાર થાય તે હેતુથી આ ટૂંકો લેખ લખવામાં આવ્યો છે અને લખાણ કરતા પહેલા પ્રમાણભૂત પુરાવાઓ અને જરૂરી સંદર્ભો એકત્રિત કરવામાં આવ્યા છે.
ખરક મૂળભૂત રીતે રાજસ્થાનનાં ભીનમાલ વિસ્તારનાં જૈન વાણીયા છે. આર.ઈ.એન્થોવેનની the tribes and castes of bombay state volume 2 માં પેજ નંબર ૧૯૬-૧૯૯ પર ખરક ને રાજસ્થાનના ભીનમાલના જૈન વાણીયા તરીકે ઓળખાવ્યા છે.(ફોટો સંદર્ભ) આ વિસ્તારમાં રાજકીય અસ્થિરતા અને દુકાળ જેવી ભૌગોલિક વિષમતાનાં કારણે મૂળભૂત વ્યવસાય નાશ પામતા તેઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થળાંતર કર્યું હતું ઉજ્જૈનમાં પોતાની જ કોમ સાથે અણબનાવ બનતા તેઓથી અલગ વસવાટ કર્યો હતો અને ત્યાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં ધોળકામાં વસવાટ કર્યો. ધોળકામાં કણબીની જીવન પ્રણાલી ગ્રહણ કરી કણબીની ખેતી અને કલા સંસ્કૃતિ અપનાવી. અહીં તેઓએ કણબી સાથે રોટી વ્યવહાર પણ ચાલુ કર્યો. આ મહત્વની ઘટના ઈ.સ. ૮૨૫ આસપાસ બની હતી.
'ધી સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ ઓફ ભાવનગર' બુકમાં ખરકને કણબી સમુહમાંથી જ એક ગણવામાં આવેલ છે. જૈન માંથી હિન્દુ બનીને કણબી પરંપરા ગ્રહણ કરીને રોટી વ્યવહાર સુધી સંબંધ ધરાવવાના કારણે ખરક અને કણબી પટેલ માં સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજ, મકાનોનું બાંધકામ અને પદ્ધતિ શારીરિક દેખાવ અને એક સમાન અટક (સુરાણી, ભોળાણી, સાંગાણી, ભોજાણી, કાપડિયા, કોરડિયા, પટેલિયા, વળીયા, ભૂત.) સુધી સંપૂર્ણ સમાનતા જોવા મળે છે જીવન પ્રણાલી અને દેખાવના આધારે ખરક અને પટેલની અલગ કરી શકાતા નથી. સમય જતાં ધોળકાથી સ્થળાંતરિત થઈને ખરકે ગારિયાધારમાં વસવાટ કર્યો હતો. તુગલક સમયગાળા(૧૩૨૦થી લગભગ ૧૪૧૦) દરમિયાન મહેસૂલ ભરવા બાબતે સુબેદાર અને શાસક દ્વારા આ સમાજના લોકોને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો હતો આવા કપરા સમયમાં કોઈ સાથ ન આપતા માત્ર ચંદ્રભાણ બારોટનાં પરિવારે ખરક સમાજના લોકોને સાથ આપ્યો હતો. ગારિયાધારમાં ખૂબ કપરા સમયમાં ખરક લોકો ગારયાધાર છોડીને જવાનું વિચારી રહ્યા હતા ત્યારે તળાજાના રાજા ગજરાજસિંહ વાળાએ ખરકને તળાજામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું આમંત્રણનો સ્વીકાર કરીને ખરક લોકો તળાજાનાં ઉંચડી ગામે આવી હનુમાનજીના મંદિરની સ્થાપના કરી હતી અને નજીકનાં પીથલપુર ગામ અને આસપાસમાં વસવાટ કર્યો હતો અને ત્યાંથી ઉત્તરમાં ઘોઘા અને દક્ષિણમા મહુવા તરફ ખરક લોકોએ વસવાટ વિસ્તાર્યો હતો.
એક મોટું ગામડું કે નાનું નગર બને એટલી સંખ્યાના આ સમાજે હાલમાં અદ્વિતીય પ્રગતિ સાધી છે અતિ સમૃદ્ધિના શિખરો સર કરનારી આ જાતિની વ્યવહાર અને વેપાર કુશળતાનો કોઈ જવાબ નથી.
Statistical reports of the revenue department of Bhavnagar district in 1961 માં ભાવનગર વિસ્તારમાં સૌથી સમૃદ્ધ ખેડૂત તરીકે ખરકને આલેખ્યા છે. ખેતી કરતી દરેક જાતિમાં કણબી સૌથી સમૃધ્ધ છે (ભાવનગર જિલ્લાને બાદ કરતાં - ભાવનગર જિલ્લામાં આ સ્થાન ખરકનું છે.) (ફોટો)
ખૂબ જ ઝડપથી ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરી રહેલો ખરક સમાજ સુરત, અમદાવાદ, પૂના, મુંબઇ, વડોદરામાં અસરકારક ધંધાકીય સ્થાન ધરાવે છે.
વાહનોના શો રૂમથી માંડીને textile industries, dehydration કારખાનાઓ જ્વેલરી શોરૂમ, ફુડ પ્લાન્ટ અને ડુંગળીનાં પાવડર એક્સપોર્ટમાં ખરક સમાજ જોડાયેલ છે. સમાજના મોટાભાગના કુટુંબ એક કરતા વધારે વ્યવસાય સાથે સંકળાયેલા છે.
શિક્ષણની બાબતમાં જોવા જઈએ તો ખરક સમાજના 7થી 25 વર્ષના લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ૯૫ ટકા કરતા વધારે છે વસ્તીની સરખામણીમાં ડોક્ટરોની સંખ્યા જોઈએ તો ખરક ખૂબ જ મોખરે છે. ખરક સમાજ સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજીને ઉચ્ચશિક્ષણમાં સ્ત્રીઓની ઊંચી ટકાવારી ધરાવે છે
શાંત, સૌમ્ય, પ્રગતિશીલ સુધારાવાદી અને રચનાત્મકતાનાં ગુણો ધરાવતો ખરક સમાજ સમૃદ્ધિ, શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ખૂબ જ આગળ પડતુ સ્થાન ધરાવે છે.
સમાજના મૂળભૂત આદર્શો અને સંસ્કૃતિને જાળવવા માટે યુવાનો ઘણા ઉત્સાહથી રસ દાખવી રહ્યા છે જેના કારણે નવી જનરેશનમાં આધુનિકતા અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોઈ શકાય છે. પ્રગતિ અને પરિવર્તનની ઝડપ જોતા આવનાર સમયમાં ખરક જ્ઞાતિ નો કોઈ જવાબ નહીં હોય.



- મયુર કોરડિયા
9727177961
*સંદર્ભો:-*
-The statistical account of Bhavnagar state
-The tribes and castes of of bombay state vol.2
-The kathiawar gazetteer
-The census report of old Bhavnagar state
-The arts of the kharak and crafts of their region-Saurashtra
-બારોટનો
-The statistical account of Bhavnagar state
-The tribes and castes of of bombay state vol.2
-The kathiawar gazetteer
-The census report of old Bhavnagar state
-The arts of the kharak and crafts of their region-Saurashtra
-બારોટનો






Comments