તમને ખબર છે ? કે આ ફળ ડ્રેગન ફ્રૂટ કરતા પણ ગુણ કારી છે

નવરંગ નેચર ક્લબ દ્વારા હાથલા થોર માંથી બનાવવા માં આવતું ફીંડલા સરબત રાજકોટ મુકામે વેચાણ ની શરૂઆત ૨૦૧૧ થી કરી.

હાથલા થોરના પાકા ફાળો ઔષધીય ગુણો ધરાવે છે. ખનીજ દ્રવ્યો, પાણી, લોહતત્વો, કાર્બોનિક એસીડ વગેરે હોય છે. ફળનોગર તાસીરે શીતળ, શોષહર છે. પાકા ફળ સ્વાદે મધુર, રક્ત શુદ્ધીહર, પિત્તહર, શક્તિપ્રદ છે. રક્તવિકાર, લ્યુકેમિયા, કમળો, ચર્મવિકાર, સામાન્ય નબળાઈ અને લીવર માટે ગુણકારી છે.



હાથલા થોર ના પાકા ફળ વીણવા, તેના ઉપર ના કાંટા કાઢવા, ફોલવા, વલોવી, ગાળી અને ધીમા તાપે ઉકાળી થોડી ખાંડ નાખી બોટલ ભરવા માં આવે છે, કોઈ પણ જાત નું પ્રિઝર્વેટીવ નાખવામાં આવતું નથી.

આ બધી પ્રક્રિયાઓ ખુબ જ મેહનત માગી લ્યે છે.

પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોસીયલ મીડિયા ના સહકાર થી સૌરાષ્ટ્ર માં હાથલાના પાકા ફળ અને સરબત ખુબ જ મોટા પ્રમાણ માં વેચાય છે.



ફીંડલા સરબત સ્વાગત પીણા માં પણ ચાલે તેમ છે.

૫૦૦ ગ્રામ ની ૧ બોટલ ની કીમત ૧૦૦ રૂ. છે, જેમાંથી ૨૦ ગ્લાસ સરબત બને છે, એટલે ખુબ જ સસ્તું ગણાય.


સૌરાષ્ટ્ર માં ખુબ મોટા પાયે આનું વેચાણ થાય છે.


ગરીબ માણસો ને આમાંથી રોજગારી મળે છે.

આ સરબત ને લોકભોગ્ય બનાવવા માટે આપનો સહકાર ખુબ જરૂરી છે.

Comments

Popular posts from this blog

ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ

ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ