તમે જાણો છો ? ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે.


ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે અને ગાય ના ઘી માં પણ ઉત્તમ દેશી ગાય નું ઘી છે. દેશી ગાય માં માં જેવી મમતા હોય છે છે... તેથી દેશી ગાય નું ઘી પોષણ આપનાર માનવમાં આવે છે.

ચરક સંહિતા જણાવે છે કે :

स्म्रुतिबुध्यग्निशुक्रोज: कफमेदोविवर्धनम,

वातपितविषोंन्मादशोषालक्ष्मीज्वारापहम !

ગાય નું ઘી બુધ્ધિ અને સ્મૃતિ નો વધારો કરનારું છે. વાત અને પિત ના દોષ ને ઓછું કરનાર છે.

ઘી ફક્ત ખાધ પદાર્થ નથી પણ રોજ લેવાતી જીવન બક્ષનાર દવા છે. આધુનિક જીવન શૈલી દુખ , ક્રોધ, સ્ટ્રેસ, ઇમોશનલ અસંતુલન વિ પરિબળો શરીર માં વાત અને પિત્ત નો વધારો કરે છે જેને શાંત કરવાની ક્ષમતા દેશી ઘી માં છે.

क्षीरघृतभ्यासो रसायनानाम श्रेष्ठतमम!!!

તમે ચહેરા  પર ગમે એટલો make up કરો પણ જો ગતમારા માં ઓજ તત્વ ની ઉણપ હશે તો તમારા માં real glow નહીં આવે. દેશી ઘી નું નિત્ય સેવન તમારા શરીર માં ઓજ તત્વ ની વૃધ્ધિ કરે છે અને પર્યાપ્ત ઓજ તત્વ ના લીધે તમારે make up ના અકુદરતી આવરણ ની જરૂર રહેતી નથી.

આયુર્વેદચાર્યો જણાવે છે કે રાત્રે સૂતા પહેલા ગરમ કરેલું હળદર વાળા દૂધ માં બે ચમચી ગાય નું ઘી ઉમેરી રોજ પીવું જોઈએ.

ગાય નું ઘી, ગાય નું દૂધ , ગાય ના દૂધ ની બનેલી છાસ વિ. નો નિત્ય ઉપયોગ કરશું તો ગૌ રક્ષા કુદરતી થઈ જશે અને સ્વસ્થ પણ રહેવાશે.

માહિતી સ્ત્રોત : ઝરૂખો ફેસબૂક પેજ


Comments

Popular posts from this blog

ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ

ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ

તમને ખબર છે ? કે આ ફળ ડ્રેગન ફ્રૂટ કરતા પણ ગુણ કારી છે