સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન
v
ખેતીમાં સિંચાઈનું મહત્વ
આપણા દેશની મોટા ભાગની વસ્તી
ગ્રામવિસ્તારમાં વસે છે. તેમની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી જમીનની
ફળદ્રુપતા, બિયારણની ગુણવત્તા,ખેડૂતની મહેનત વગેરે ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે,
પણ સોથી મહત્વનું પરિબળ પાણી છે, વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને
ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જો
યોગ્ય પ્રમાણમાં સમયસર પાણી ન મળે તો પાકના વિકાસ અને ઉત્પાદન પર અવળી અસર થાય છે.
ખેતી માટે પાણી મેળવવાના ખેડૂત પાસે ત્રણ
આધાર હોય છે:૧ વરસાદ, ૨ ભૂગર્ભજળ અને ૩ નહેર.
જાણકારીને અનુભવી ખેડૂતો જાણે છે કે
પિયતની ચોક્કસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું,બાજરી,કપાસ,મગફળીનું
ત્રણ ગણું અને ઘઉંનું ઉત્પાદન ત્રણથી ચાર ગણું થઇ શકે છે. તેથી જ ખેડૂતો
શિયાળુ-ઉનાળુ પાક લેવા તેમ જ વરસાદની અનિયમિતતાની ઉત્પાદન-આવક પર અસર ન થાય તે
માટે પોતાની રીતે પિયતની સગવડ ઉભી કરવા પ્રયત્ન કરે છે
ખેડૂતો સિંચાઈનું મહત્વ બરાબર જાણે જ
છે, એટલે આ સગવડ માટે તેઓ મોટું મૂડીરોકાણ કરે છે. ઘણા ખેડૂતો પોતાના પાકોનો
ત્રીજો ભાગ કે હેક્ટરદીઠ ૨૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા જેટલો મોટો ખર્ચ કરીને પાડોશીનું
પાણી મેળવે છે. ગુજરાતમાં કુલ પિયતના ૬૦ થી ૭૦ ટકાથી વધુ પિયતની સગવડ ખેડૂતોએ
પોતાના કુવા-બોરવેલથી કરેલી છે. પરંતુ કુવા-બોરવેલનો ફાયદો મર્યાદિત ખેડૂતો પુરતો
રહેતો હોઈ છે.
આની સામે નહેર દ્વાર થતી સિંચાઈ વધુ
ભરોસાપાત્ર અને ઓછી ખર્ચાર છે – જો નહેરોની યોગ્ય રીતે સારસંભાળ લેવામાં આવે અને
ન્યાયી રીતે પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો!
નહેર આધારિત સિંચાઈમાં દરેક ખેડૂત
પોતપોતાની રીતે પોતાના ખેતરમાં પુરતું પાણી આવે એ માટે વ્યક્તિગત રીતે પ્રયાસો કરે
છે – જો આવા પ્રયાસો સહિયારી શક્તિથી કરવામાં આવે તો તેનો
ફાયદો અનેક ગણો વધી જાય
v સહભાગી
સિંચાઈ વ્યવસ્થાની શા માટે જરૂરિયાત પડી?
Ø
નહેરોનો નબળો વહીવટ
Ø
નહેરોમાં ભાંગતુટ થાય
Ø
ખેતરોમાં પુરતું પાણી પહોચે નહિ
Ø
પાક નબળો થાય ને ઉપજ ઘટે
Ø
ખેડૂતોને અસંતોષ રહે,ઝઘડા થાય
Ø
ખેડૂતો પુરતો પીયાવો ભરે નહિ
Ø
સરકારને ઓછી આવક
v ગુજરાતમાં
સહભાગી સિંચાઈનો પ્રારંભ
ગુજરાત સરકારના નર્મદા અને જળસંપતિ વિભાગના
તારીખ ૧/૬/૧૯૯૫ ના ઠરાવથી રાજ્યની સિંચાઈ યોજનાઓમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાના
અમલીકરણ માટેનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને ગુજરાતની ૧૩ જુદી
જુદી સિંચાઈ યોજનાઓમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો અમલ કરવાના પાઈલટ પ્રોજેક્ટ શરૂ
કરવામાં આવ્યા. આવી એક શરૂઆત થઇ ધરોઈ
યોજના વિસ્તારમાં આવતાથલોટા ગામમાં. આ ગામમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થા વિકસાવવાની
કામગીરી ડેવલોપમેન્ટ સપોર્ટ સેન્ટર (ડીએસસી) સંસ્થાને સોપવામાં આવી. ડીએસસી અને
સિંચાઈ વિભાગે સંયુક્ત રીતે થલોટામાં થયેલી સહભાગી સિંચાઈ વ્યવસ્થાની કામગીરી અન્ય
ગામોમાં આગળ ધપાવી. વર્ષ ૧૯૯૫થી ૨૦૦૪ દરમિયાન ધરોઈ યોજનામાં ૨૮ મંડળીઓની રચના કરી
લગભગ ૫૧૦૦ હેક્ટર વિસ્તરમાં સહભાગી સિંચાઈ વ્યવથા કાર્યક્રમનો ફેલાવો કરવામાં
આવ્યો. આ પછી અનુભવી પિયત મંડળીઓએ સહભાગી સિંચાઈના ફેલાવામાં મદદ કરી અને ૨૦૦૬
સુધીમાં બીજી ૯૦ મંડળીઓ રચાઈ.૨૦૦૭માં મંડળીઓને એક સિંચાઈ સંધ રચાયો અને ૨૦૦૮-૦૯માં
બે સૂચિત સંધોની રચના કરવામાં આવી.
v સહભાગી
સિંચાઈ વ્યવસ્થા કાર્યક્રમનાં તબક્કાઓ :-
૧ ખેડૂતો ભેગા મળી
સહભાગી સિંચાઈ અપનાવવાનો નિર્ણય કરે.
૨ સ્વેચ્છિક સંસ્થા કે
સિંચાઈ વિભાગ તેમને માર્ગદર્શન આપે .
૩ નહેરના લાભાર્થી
જાગ્રત ખેડૂતો સૂચિત સમિતિ બનાવે .
૪ આ સમિતિ ઠરાવ કરીને
પિયત મંડળીની રચના કરે .
૫ ખેડૂતો આ મંડળીના સભ્ય
બને.
૬ મંડળીની સિંચાઈ
વિભાગમાં નોંધણી કરાવવામાં આવે.
૭ કારોબારી સમિતિને પેટા
સમિતિ રચાય ને નિયમો નક્કી થાય.
૮ મંડળી નહેરોનું
સમારકામ કરવાનું નક્કી કરે.
૯ લોકફાળો ઉઘરાવવામાં
આવે.
૧૦ સરકારની આર્થીક સહાય
સાથે નહેરોનું સમારકામ થાય.
૧૧ પિયત મંડળી સિંચાઈ
વિભાગ સાથે સમજુતી કરાર કરીને નહેર સિંચાઈની વ્યવસ્થા સંભાળે.
૧૨ મંડળી સિંચાઈનું
આયોજન કરે પીયાવો ઉધરાવે.
૧૩ વારાબંધી મુજબ
ખેડૂતોને પાણી વિતરણ થાય.
૧૪ દર વર્ષે નહેરોની
નિયમિત સફાઈ કરવામાં આવે.
૧૫ હિસાબો જળવાયને યોગ્ય
રીતે મંડળીનો વહીવટ ચાલતો રહે.
v સહભાગી
સિંચાઈ વ્યવસ્થાનું અમલીકરણ કરવા માટેનાં પગલા
૧ ખેડૂતોમાં લોકજાગૃતિ
ઉભી કરવી
૨ નહેર પિયત મંડળીની રચના,નોધણી અને નિયમોનું
ઘડતર
૩ નહેરનો સંયુક્ત સર્વે
અને પુનરોદ્વારની કામગીરી
૪ નહેર સિંચાઈ
વ્યવસ્થાની મંડળીને સોપણી અને સિંચાઈ કામગીરી
૫ વર્ષોવર્ષ નિયમિત રીતે
મંડળીનો સારો વહીવટ
v મંડળીની
રચનાના મુખ્ય ઉદેશો
«
સિંચાઈ યોજનાની વ્યવસ્થામાં મંડળીના સભાસદોના સહયોગથી સિંચાઈના
પાણીનો કાર્યક્ષમ તેમજ કરકસરયુક્ત ઉપયોગકરી ગામના પિયતક્ષેત્રમાં ખેતીની ઉત્પાદકતા
વધારી મહતમ ઉત્પાદન મેળવવું.
«
સિંચાઈ માટેના પાણીના મહતમ ઉપયોગ માટે જરૂર પ્રમાણે
બાંધકામ, યંત્રો અને પાઈપ વ્યવસ્થા કરવી. સીમ તલાવડા તથા જળાશયો ઉંડા કરાવવા.
મરામત કરાવવી તેની જાળવણી કરવી તથા જરૂર મુજબ નવા તરાવો, સીમ તલાવડા અને અન્ય
જળાશયો બાંધવા તથા તેની વખતોવખત મરામત અને જાણવણી કરવી.
«
મંડળીનાં કાર્યવિસ્તારમાં આવતા બિનસભાસદોને નોમિનલ
સભાસદો બનાવીને તેમને પણ સિંચાઈ માટે પાણી પૂરું પાડવું તથા તેમના માટે પાણીના દર
એવી રીતે ઠરાવવા કે જેથી સભાસદો માટે ઠરાવેલા પાણીનાં દર કરતા ૩૦ ટકા વધુ ન હોય.
«
દરેક ઋતુમાં સિંચાઈ વિસ્તારમાં થતા મુખ્ય પાકોની પાણીની
જરૂરિયાત સંતોષાય તે માટેમંડળીએ (જરૂર પ્રમાણે સિંચાઈ વિભાગના સબંધિત અધિકારી સાથે
પરામર્શ કરીને) આયોજન કરવું તથા સિંચાઈ માટેના પાણીના વિતરણનું સમયપત્રક તૈયાર
કરવું.
«
સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કર્યા પછી પાણીનો વધારાનો
જથ્થો ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ (જરૂર પ્રમાણે સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીને)
પીવાના હેતુ માટે, ઘરગથ્થુ ઉપયોગ માટે તથા ઔધોગિક અને અન્ય હેતુઓ મતે કરવો.
«
સિંચાઈ હેતુ માટે સરકારી પડતર જમીનનો વિકાસ કરવો તથા
સભાસદોની જમીનના સરક્ષણ અને વિકાસનો
કાર્યક્રમ અને વિકાસનો હાથ ધરવો.
«
સભાસદો વૈજ્ઞાનિક રીતે સિંચાઈ ખેતી કરી શકે તે માટે
તાલીમ વર્ગો યોજવા, અભ્યાસ પ્રવાસ ગોઠવવા, ખેતી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન
મેળવવું, સાહિત્ય પ્રસિદ્ધ કરવું તથા આવી ઈતર તમામ જરૂરી પ્રવૃતીઓ હાથ ધરવી.
«
બાગાયતી ખેતીને ઉતેજન આપવું તથા બાગાયત પેદાશના તેમજ
અન્ય ખેતી પેદાશના સંગ્રહ, રૂપાંતર અને વેચાણ માટે વ્યવસ્થા કરવી.
«
મંડળીના સભાસદો સિંચાઈ ખેતીની સુધારેલી પદ્ધતિઓ અપનાવે,
સુધારેલા બીયારણોનો તથા પૂરતા પ્રમાણમાં સંતુલિત કરીતે ખાતરનો ઉપયોગ કરે તથા પાકોને નુકસાનકારક જીવત અને રોગથી બચાવવા પગલા લે તે માટે તેમને સહાયરૂપ થવું.
સિંચાઈ માટે જમીનની યોગ્ય કેળવણીનો પણ આમાં સમાવેશ કરવો.
«
આ મંડળીના ઉદેશો પર પાડવા માટે જમીન ખરીદવી, મકાનો તથા
ગોડાઉનો બાંધવા અથવા ભાડે લેવા, યંત્રો ઓજારો ખરીદવા અથવા ભાડે મેળવવા તથા અન્ય
સ્થાવર મિલકતો વસાવવી.
«
મંડળીના સભાસદોને બેંકો તથા અન્ય નાણાકીય સંસ્થાઓ,
બોર્ડો, કોર્પોરેશનો વગેરે પાસેથી સિંચાઈ ખેતીના વિકાસ માટે સમયસર અને પૂરતા
પ્રમાણમાં ટૂકી, મધ્યમ અને લાંબી મુદતનું ધિરાણ મેળવી આપવામાં સહાયરૂપ થવું, કુવા
તથા પાતાળકુવાનો પણ આમાં સમાવેશ કરવો.
«
સભાસદોમાં સ્વશાય, કરકસર તથા સહકારની ભાવના વિકસે તેવી
પ્રવૃતીઓ હાથ ધરવી.
v મંડળીની
નોધણી અરજી સાથે બીડવાના દસ્તાવેજોની યાદી
Ø
મંડળીની રચના અંગે નહેરલાભાર્થી ખેડૂતોની સભાના ઠરાવની
નકલ.
Ø
બેંકમાંના ખાતામાં જમા થયેલી રકમનું સર્ટીફીકેટ.
Ø
મંડળીનું સરવૈયું.
Ø
મંડળીના નક્કી થયેલા નિયમોને પેટાનિયમો.
Ø
મંડળીના સક્ષમ અધિકારીએ નક્કી કરેલા કાર્યવિસ્તારનાં
નકશા અને તાંત્રિક માહિતી.
Ø
સિંચાઈ ખાતાના સક્ષમ અધિકારી દ્વારા મંડળીને પાણી
આપવામાં આવશે તેવી બાંયધરીનો દાખલો.
Ø
વિભાગ દ્વારા મંડળીના નકી કરેલા કાર્યવિસ્તારમાં છેલ્લા
પાંચ વર્ષનાં થયેલા વાસ્તવિક સિંચાઈનો દાખલો.
Ø
તલાટી અથવા નહેર અધિકારી દ્વારા સભાસદોની યાદી અને તેમની
જમીન-માલિકીનો દાખલો.
Ø
સમિતિના સભ્યો સરકારી કર્મચારી નથી તેનો દાખલો.
Ø
બીનસભાસદનું સંપતીપત્રક.
Ø
કારોબારી સભ્યો કોઈ ફોજદારી ગુનામાં સંડોવાયેલા નથી
તેનું પ્રમાણપત્ર.
Ø
આ બધા દસ્તાવેજો તૈયારય કરવામાં સ્વેચ્છિક સંસ્થા અને
સિંચાઈ વિભાગ તરફથી માર્ગદર્શન મળે છે.
v
મંડળીના સભ્યો બનાવવાની કામગીરી :-
Ø પિયત મંડળીની રચના
કરવાની થાય એટલે ખેડૂતો તેના સભ્ય બને.
Ø લાભાર્થી ખેડૂતો અથવા
જમીનના માલિક ખેડૂતો એક વરની સભ્ય ફી ભરીને સભ્ય બને છે.
Ø કાર્યકારી સમિતિ સભ્ય ફી
નક્કી કરવાનું સુચન કરે છે અને સામાન્ય સભા તેને મંજુરી આપે છે.
Ø ખેડૂતો આ રકમ ચુકવે એટલે
પિયત મંડળી તરફથી રસીદ મળે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં એક માસનો સમય લાગે છે.
છેવાડાના ખેડૂતો સભ્ય બનવામાં ખચકાય છે. ઓછામાં ઓછા ૫૧ ટકા લાભાર્થી ખેડૂતો અને ૫૧
ટકા વિસ્તાર આવરી લઇ મંડળીની રચના કરી શકે છે. ધીમે ધીમે વિશ્વાસ કેળવતાં તેઓ પણ
સભ્ય બને છે.
Ø નોમિનલ સભ્ય: નહેરના
પિયત વિસ્તારમાં રહેતા કોઈ પણ સ્ત્રી કે પુરુષ પોતે મંડળીના નોમિનલ સભ્ય બની શકે
છે. તેમને મત આપવાનો અધિકાર હોતો નથી, પણ સભામાં હાજરી આપી તેઓ પોતાના પ્રશ્નો રજુ
કરી શકે છે. નોમિનલ સભ્યની ફી સામાન્ય રીતે સ્ત્રી સભ્ય માટે રૂ.૧૦ અને પુરુષ સભ્ય
માટે રૂ.૨૫ હોઈ છે.
v કારોબારી
સમિતિની રચના :-
Ø
મંડળીની નોંધની તહી જાય એટલે ગામની પિયત મંડળી કાયદેસરની
મંડળી બની ગઈ ગણાય.
Ø
આ પછી પિયત મંડળીની સામાન્ય સભા બોલાવવાની અને તેમાં
મંડળીના પેટાનીયમો નક્કી કરવામાં આવે. ઉપરાંત, અનૌપચારિક સમિતિને વિખેરી નાખીને
ઓપચારિક કારોબારી સમિતિની રચના કરવામાં આવે. આ બધું નહેર અધિકારી અને મંડળીની
રચનાની પ્રક્રિયામાં કોઈ સ્વેચ્છિક સંસ્થા સામેલ હોઈ તો તેમની હાજરીમાં કરવામાં
આવે છે.
Ø
આ બધા અધિકારીઓ મંડળીના સભ્યોને નીચેની વાતોનીસ્પષ્ટ સમજ
આપે છે.
v પિયત
મંડળીનું માળખું :-
Ø
મંડળીના મહત્વના હોદ્દેદારો અને તેમની જવાબદારી.
Ø
મંડળીના નિયમો અને ધારાધોરણો.
Ø
નહેર સિંચાઈની વ્યવસ્થાની સમજણ.
પિયત મંડળીઓ માટે
સરકારની નીતિઓ નોધાયેલી પિયત મંડળીની પહેલી મીટીંગની નોંધ રાખવામાં આવે છે, જેની
મંડળીનું બેંકમાં બચત ખાતું ખોલાવવા માટે જરૂરપડે છે. મંડળીની સામાન્ય સભા બે
સભ્યોની બેંકમાં ખજાનસી સમિતિ નીમે છે, જે બેંકના વ્યવહારો કરે છે.
v સમિતિના
સભ્યો કેવા હોવા જોઈએ?
®
ગામની પિયત મંડળી કારોબારી સમિતિ એટલે પિયત મંડળીનો પ્રાણ. એના સભ્યોમાં જરાય
કચાશ કે ઢીલાશ ચાલે નહિ. એટલે જ, કારોબારી સમિતિના સભ્યો ચુંટવામાં ખેડૂતોએ ખાસ
કાળજી લેવી જોઈએ.
v કારોબારીનાં
સભ્યોમાં સામાન્ય રીતે નીચેનાં ગુણ હોવા જોઈએ.
Ø
જેના હૈયે ગામનું હિત વસેલું હોય.
Ø
જેનામાં સૌની આગેવાની લઈને સાચી દિશામાં દોરવણી કરવાની
ક્ષમતા હોય.
Ø
જેને સૌની સાથે સારો સબંધ હોય.
Ø
જેનામાં ઝડપથી યોગ્ય નિર્ણય લેવાની સૂઝ હોય.
Ø
જેનામાં જુદા જુદા લોકેને કામ સોપીને કામ કઢાવવાની આવડત
હોય.
Ø
જે પ્રામાણિક હોય.
Ø
જે ઠીક ઠીક ભણેલાગણેલા હોય.
Ø
જે સારી રીતે વાંચી-લખી શકતા હોઈ.
Ø
જેને નહેરના સ્ત્રાવ વિસ્તાર અને તેની સમસ્યાઓની જાણકારી
હોય.
Ø
જે પિયત મંડળીની દરેક પ્રવુતિ માટે પુરતો સમય આપવા તૈયાર
હોય.
v
કારોબારીના કર્યો :-
®
કારોબારી સમિતિ જેટલી મજબુત એટલો સારો પિયત મંડળીનો
વહીવટ. એટલે જ કારોબારી સમિતિનાં દરેક સભ્ય અને પ્રમુખને તેમની જવાબદારીઓ અને
તેમણે કરવામાં કામની સ્પષ્ટ સમજ હોવી બહુ જરૂરી છે.
v તેમના કાર્યો
સામાન્ય રીતે આ મુજબના હોય છે.
Ø
પિયત મંડળીનાં રોજબરોજનાં બધા કામ કરવા.
Ø
પિયતનું આયોજન અને સમીક્ષા કરવી.
Ø
પિયતની દેખરેખ રાખવી, ઝગડા નિવારણ.
Ø
ઓપરેટર વગેરે સ્ટાફની નિમણુક કરવી.
Ø
પીયાવો ઉઘરાવવો, હિસાબો જાળવવા, સિંચાઈ વિભાગ સાથે સંકલન
કરવું.
Ø
નહેરોનું સમારકામ અને જાણવણી કરવી.
Ø
નાણાકીય હિસાબોનું ઓડીટ કરાવવું અને દર વર્ષે અહેવાલ
સામાન્ય સભામાં રજુ કરવો.
Ø
મંડળીના બધા નિર્ણયો લેવાની આખરી જવાબદારી પ્રમુખની હોય
છે, તેમનિ કારોબારી સમિતિના બીજા સભ્યોના
સલાહસૂચનમાં નિર્ણયો લેવાના હોય છે.
Ø
મંડળી માટે નાણાની વ્યવસ્થા કરવી, પ્રમુખે બધા
દસ્તાવેજોમાં મંડળી વતી સહી કરવાની હોય છે.
v સિંચાઈના
વહીવટની પિયત મંડળીને સોંપણી :-
®
નહેરનો પુનરોદ્વારા થઇ ગયા પછી સિંચાઈ ખાતું નહેરની
સિંચાઈ વ્યવસ્થા પિયત મંડળીને સોંપે છે. સરકારના નવા ઠરાવ મુજબ, મંડળીઓ નહેરનો
પુનરોધાર થયા પહેલા પણ નહેર સિંચાઈનો વહીવટ મંડળી સંભાળી શકે છે. ગુજરાત સરકારના
જુન ૧૯૯૫ નાં આદેશ અનુસાર, નોંધાયેલી પિયત મંડળી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર
સાથે એક કરાર પર સહી કરીને સિંચાઈ વ્યવસ્થા સાંભળી શકે છે.
®
સામાન્ય રીતે, આ કરાર મુજબ સિંચાઈ ખાતું નીચેની મુખ્ય
જવાબદારીઓ પિયત મંડળીને સોંપે છે:
Ø
વિતરણ નહેરનું યોગ્ય સમારકામ અને જાળવણી.
Ø
પાણીની વહેચણી માટે નહેર વ્યવસ્થાનું સંચાલન અને જાળવણી.
Ø
નહેરના પિયત વિસ્તારમાના તમામ ખેડૂતોને પાણીની સમયસર અને
ન્યાયી વહેચણી.
Ø
ખેડૂતો પાસેથી પીયાવો ઉઘરાવવો અને સરકારને ચૂકવવો.
Ø
પાણી વહેચણી અંગે ખેડૂતો વચ્ચે વિવાદ હોય તો તે ઉકેલવો.
Ø પાણીનાં વપરાશને વધુ
અસરકારક બનાવવો અને ખેતીની ઊપજ વધારવી વગેરે.
®
પિયર મંડળી પોતે નક્કી કાર્ય અનુસાર ખેડૂતો પાસેથી પીયાવો
ઉઘરાવી શકે છે. સરકારે પાણીનાં જે દર નક્કી કર્યા હોય તેમાંથી પિયત મંડળીને ૩૦ ટકા
રકમની નહેરના વાર્ષિક સમારકામ અને સંભાળ પેટે વળતર મળે છે. મંડળી સમયસર પીયાવો
ચૂકવે તો મંડળીનાં વહીવટી ખર્ચ પેટે સરકાર વધુ ૨૦ ટકાનું વળતર પણ આપે છે.મંડળીઓ આ
રકમ જમા કરી રાખે તેના બદલે જરૂરિયાત અનુસાર, નિયમિત ધોરણે નહેરોનું જરૂરી સમરકામ કરાવે તો લાંબા ગાળે ઘણો
ફાયદો થાય છે.
v વાર્ષિક
અંદાજપત્રક તૈયાર કરવું :-
Ø
પિયત મંડળીની આવક અને જાવકનું સમતોલન જાળવવામાં વાર્ષિક
બજેટ મહત્વનો ભાગ ભજવે છે.આના કારણે બિનજરૂરી ખર્ચ થતો અટકે છે અને કોઇપણ થયેલા કે
થવાના કાર્યોમાં પારદર્શિતા રહે છે. ખર્ચના નામે આવશ્યક સ્ટાફ રાખવો, નહેરની મરામત
અને રખરખાવ જેવા કાર્યો હોય છે. આ ખર્ચને પહોચી વળવા પિયત મંડળીએ આર્થિક સ્ત્રોતને
ખેડૂતોની વચ્ચેથી જ મેળવવાનો રહે છે.
Ø
વાર્ષિક બજેટ પાછલા અનુભવનાં આધારે બનાવવામાં આવે છે.
તેમાં વર્તમાન સિંચાઈ વ્યવસ્થામાંથી મળનારી સિદ્ધિઓનો પણ આધાર લેવાય છે.
Ø
એક ચાર્ટ પેપર પર આવક અને જાવકનાં બે કોષ્ટક બનાવાય છે
જેમાં વહીવટી ખર્ચ , સંચાર ખર્ચ , સરકારી ખર્ચ (પાણી ટેક્સ અને ઉધાર ), તાલીમ ખર્ચ
તેમજ આવકમાં મુખ્ય ફી , દંડ , વ્યાજ , સરચાર્જીસ , લેટ ફી , અન્ય સંસ્થાગત ફી અને
જળાશયના ફંડ નક્કી થાય છે અને તે લખાય છે.
Ø
જો બજેટ પ્રમાણે ખર્ચને પહોચી નાવળાય તેવું લાગે તો
ખેડૂતો પાસેથી હેકટરના હિસાબે અમુક ફી નક્કી કરવામાં આવે છે. આ પ્રકારે મહત્વનું
બજેટ બનાવવા માટે સરકારી વિભાગ અને સ્વેચ્છિક સંસ્થા તરફથી મદદ મળી શકે છે.
જુનું વિષચક્ર
સહભાગી સિંચાઈ પહેલાની સિંચાઈ વ્યવસ્થાનું વિષચક્ર
ખેડૂતોને અસંતોષ , સરકારને અસંતોષ ને સરવાળે બધાને
અસંતોષ
ભાવી
સુખચક્ર
સહભાગી સિંચાઈ વ્યવસ્થાનું લાભચક્ર ખેડૂતોને સંતોષ ,
સરકારને સંતોષ ને સરવાળે બધાને સંતોષ
v પિયત
મંડળીનું વાર્ષિક વહીવટીચક્ર અને તેમાં કરવામાં આવતા કાર્યો :-
૧.સિંચાઈ
અને પાક આયોજન :
સિંચાઈ ઋતુ પૂર્વે પિયત
મંડળી ખાતાના સિંચાઈ આયોજન જાણીને દરેક ખેડૂતો કયો પાક લેવો તેનું આયોજન કરે છે
અને મંડળીને તેની લેખિતમાં જાણ કરે છે.
૨.નહેરની
સફાઈ :
નહેરમાં પ્રથમ પાણી
છોડતા પહેલા અને સિંચાઈ પત્યા પછી ખેડૂતો દ્વારા ઢાળિયાઓની , મંડલી દ્વારા માંઈનોર
નહેરની અને વિભાગ દ્વારા મુખ્ય નહેરોની નિયમિત સફાઈ કરવી ઘણી જ અગત્યની છે.
૩.સિંચાઈ
માગણા અરજી :
મંડળીના સેક્રેટરી
દ્વારા , ખેડૂતો પાસેથી સમયસર સિંચાઈ માંગણા અરજી વહીવટી તંત્રને મોકલાવવાની હોય
છે, જેથી જે ખેતરમાં જેટલું પાણી જે સમયે જોઈતું હોય તે પ્રમાણે તે દિવસે મોકલવાની
વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને સીમંત ખેડૂતોને પણ સમયસર પાણી મળી શકે. આ માટે
દરેક ઓપરેટરને જાણકારી આપવામાં આવે છે.
૪.પીયાવાની
આગોતરી વસુલાત :
મંડળીના સેક્રેટરી
દ્વારા દરેક ખેડૂત પાસેથી મંડળી દ્વારા નક્કી કરેલા સિચાઈના દર વસુલ કરવામાં આવે છે.
માંગણા અરજીના આધારે રકમ આગોતરી જમા કરવાની રહે છે. ખેડૂતને પહોચ આપવાની હોય છે
અને બાકીની જવાબદારી ઓપરેટરની રહે છે જે પોતાનું કાર્ય જવાદારી પૂર્વક સંભાળે છે.
૫.પાણી
વિતરણ અને સંચાલન :
પાણી વિતરણ પેટાસમિતિ
અને સેક્રેટરી તથા નિમણુક કરેલ ઓપરેટર સાથે પાણી વિતરણ અને સંચાલાનનું આયોજન અને અમલી કરણ કરે છે.
મંડળીના વહીવટ અને પાણીવીતરણ બાબતના નિયમ
બનાવવા, સાધારણ સભામાં મંજુરી લેવી અને ખેડૂતોથી અમલ કરાવવા.
®
સિંચાયનું પાણી દરેકને યોગ્ય મળે તે માટે દફતરો બનાવવાં.
®
સિંચાયનું પાણી દરેકને યોગ્ય સમયે, યોગ્ય માપનું મળીરહે
તે માટે વારબંધી રાખવી.
®
ક્યારેક પાણી ઓછુવધતું આવવાથી નાનામોટા ઝઘડા પણ થતા હોય
છે તેનું નિવારણ કરવું.
®
મંડળીનું બજેટ તયાર કરવું, સિચાયના દર નક્કી કરવા અને
ખેડૂતો પાસેથી પીયાવાની રકમ આગોતરી ઉઘરાવીને સરકારમાં સમયસર ભરવી.
®
એક સત્ર પૂર્ણ થતા સિંચાય બરાબર થાય છે કે નહી તેની
સમિક્ષ કરવી. દરેક ખેડૂત સમસ્યા જણાવે છે અને પોતે જ સમસ્યાના સમાધાન શોધે છે.
૬.નહેરની
ચકાશની અને મરામત :
નહેરાએ ખેડૂતોની
જીવનરેખા સમાન છે. નહેરને સમયસર ચકાશતા રહેવું અને તેમાંથી પાણી લીક થતું હોય કે
અન્ય કોઈ પ્રકારની તોડફોડ થઇ હોય તો તેને સમયસર મરામત કરાવવીની જવાબદારી પણ ખેડૂત
પોતે જ લય લે છે, જેથી સિંચાયના પાણીને લયને કોઈ સમસ્યા ઉત્પન્ન થાય જ નહિ.
૭.વહીવટી
હિસાબો:
વહીવટ દરમિયાન અનેક એવા
તબક્કા આવે છે જયારે તેમાં પાણી અને પૈસાનો હિસાબ રાખવાનો હોય છે. આ હિસાબ
વ્યવસ્થિત રાખવા ઉપરાંત કેટલા પૈસા સરકારને આપ્યા કે અન્ય કોઈને આપ્યા તેની
જાણકારી વહીવટી તંત્ર પાસે રહે છે.
૮.વાર્ષિક
ઓડીટ :
વર્ષમાં એકવાર ઓડીટ
કરવાથી નાણાકીય વહીવટની ખામી હોય તો તેની જાણ થાય છે અને ખામી દુર કરવાના પ્રયત્નો
થાય.
૯.વાર્ષિક
સાધારણ સભા:
દર વર્ષ એક સાધારણ સભા
બોલાવવામાં આવે છે. આ સમયે નવા વર્ષના કાર્યો વિશે ચર્ચા થાય છે. સરકાર સાથેના
કાર્યોમાં આવતા અવરોધો વિશે ચર્ચા થાય છે. આ સિવાયની કોઈ એવી વાત હોય તેનું મળીને
સમાધાન કરવામાં આવે છે.
Comments